chember-21-9-2026
chember-21-9-2026
શિક્ષણ સપનાઓને સાકાર કરવાની ચાવી છે, મજબૂત સંકલ્પ હોય તો વૈશ્વિક સફળતા દૂર નથી: ચેમ્બર પ્રમુખ અશોક જીરાવાલા
અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે ઔદ્યોગિક ઇન્ટર્નશિપ, સ્ટાર્ટઅપ્સ અને સાયન્સ ફેર પર ભાર: VNSGU વાઇસ ચાન્સલર કિશોરસિંહ ચાવડા
એજ્યુકેશન અને ઇન્ડસ્ટ્રી વચ્ચે તાલમેલ સાધવા તમામ સ્ટેકહોલ્ડર્સ એક જ છત નીચે આવશે
Jainshilp Samachar l સુરત
દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓ અને યુવાધનને વૈશ્વિક શિક્ષણ, આધુનિક ટેક્નોલોજી અને ઉજ્જવળ કારકિર્દીની નવી તકો સાથે જોડવાના ઉદ્દેશ સાથે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા આગામી 11, 12 અને 13 ડિસેમ્બર 2026 દરમિયાન ‘ગ્લોબલ એજ્યુકેશન એન્ડ સ્કિલ એક્સ્પો-2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મેગા એક્સ્પોના સત્તાવાર કર્ટેન રેઇઝર (લોન્ચિંગ) કાર્યક્રમમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)ના વાઇસ ચાન્સલર શ્રી કિશોરસિંહ ચાવડા તેમજ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ડૉ. નિહારિકા પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
સપનાઓને હકીકતમાં ફેરવવાની ચાવી એટલે શિક્ષણ: અશોક જીરાવાલા
કાર્યક્રમના પ્રારંભે ચેમ્બર પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, “દક્ષિણ ગુજરાત હંમેશાં વેપાર, ઉદ્યોગ અને નવીન વિચારોનું પ્રમુખ કેન્દ્ર રહ્યું છે. બદલાતા આધુનિક યુગમાં સ્થાનિક ઉદ્યોગોની પ્રગતિ માટે યુવાનો પાસે વૈશ્વિક શિક્ષણ અને અદ્યતન કૌશલ્ય હોવું અનિવાર્ય છે. શિક્ષણ કેવળ પુસ્તકીય જ્ઞાન મેળવવાનું માધ્યમ નથી, પરંતુ પોતાના સપનાઓને હકીકતમાં રૂપાંતરિત કરવાની ચાવી છે. કૌશલ્ય શીખવા માટે કોઈ મર્યાદા નથી હોતી અને જ્યારે યુવાનોનો સંકલ્પ દ્રઢ હોય ત્યારે વૈશ્વિક સ્તરે સફળતા મેળવવી જરાય અશક્ય નથી.”
ઇન્ડસ્ટ્રી ઇન્ટર્નશિપ અને સ્ટાર્ટઅપ્સ પર ફોકસ: કિશોરસિંહ ચાવડા
VNSGUના વાઇસ ચાન્સલર શ્રી કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, “આજના સમયમાં ડિગ્રીની સાથે વિદ્યાર્થીઓને ઔદ્યોગિક વાતાવરણનો સીધો અનુભવ મળવો અત્યંત જરૂરી છે.” તેમણે અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે સુરતના ઉદ્યોગોમાં ઇન્ટર્નશિપની પૂરતી તકો ઊભી કરવા, વિદ્યાર્થીઓમાં સાહસિકતા વધારવા માટે સ્ટાર્ટઅપ્સને પ્રમોટ કરવા, સાયન્સ ફેરનું આયોજન કરવા તેમજ વિશ્વસ્તરે ઉભરતી નવી ટેક્નોલોજીઓનું પ્રદર્શન આ એક્સ્પોમાં ગોઠવવા માટે મહત્વના સૂચનો રજૂ કર્યા હતા. એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ડૉ. નિહારિકા પટેલે પણ એક્સ્પોના વ્યાપ અને પ્રાથમિક શૈક્ષણિક હેતુઓ અંગે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
ચેમ્બરના ગ્રૂપ ચેરમેન ડૉ. વિજય રાદડિયાએ આગામી 11થી 13 ડિસેમ્બર દરમિયાન યોજાનારા એક્સ્પોની વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ આયોજનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ, પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ, અગ્રણી ઉદ્યોગો અને સ્કિલ ડેવલપમેન્ટ એકમોને એક જ પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે, જેથી એકેડેમિક ક્ષેત્ર અને ઉદ્યોગો વચ્ચે યોગ્ય તાલમેલ સાધીને વિદ્યાર્થીઓને યોગ્ય કારકિર્દી વિકલ્પો મળી રહે.
આ પ્રસંગે ચેમ્બરના માનદ્ મંત્રી શ્રી પરેશ લાઠીયા, માનદ્ ખજાનચી શ્રી અતુલ પટેલ, ઓલ એક્ઝિબિશન ચેરમેન શ્રી મનિષ કાપડિયા સહિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના અગ્રણી શિક્ષણવિદો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની રૂપરેખા ચેમ્બરની એજ્યુકેશનલ એન્ડ એકેડેમિક કમિટીના ચેરપર્સન ડૉ. મોનિકા શર્માએ આપી હતી, જ્યારે કમિટીના કો-ચેરમેન ડૉ. નૈલેષ પટેલે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. અંતે ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી રવિ રાજ દેસાઈએ ઉપસ્થિત સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો.
[15:26, 21/09/2026] M Mahajan: शिक्षा सपनों को साकार करने की कुंजी, दृढ़ संकल्प हो तो वैश्विक सफलता दूर नहीं : अशोक जीरावाला
सूरत, 21 सितंबर। दक्षिण गुजरात के विद्यार्थियों और युवाओं को वैश्विक शिक्षा, आधुनिक तकनीक और बेहतर करियर के अवसरों से जोड़ने के उद्देश्य से द सदर्न गुजरात चैंबर ऑफ कॉमर्स एंड इंडस्ट्री (SGCCI) की ओर से आगामी 11 से 13 दिसंबर 2026 तक ‘ग्लोबल एजुकेशन एंड स्किल एक्सपो-2026’ का आयोजन किया जाएगा। एक्सपो का कर्टेन रेजर कार्यक्रम सोमवार को आयोजित किया गया। इसमें वीर नर्मद दक्षिण गुजरात विश्वविद्यालय (VNSGU) के कुलपति किशोरसिंह चावड़ा तथा शिक्षा निरीक्षक डॉ. निहारिका पटेल मुख्य अतिथि के रूप में उपस्थित रहे।
कार्यक्रम के प्रारंभ में चैंबर के अध्यक्ष अशोक जीरावाला ने कहा कि दक्षिण गुजरात व्यापार, उद्योग और नए विचारों का प्रमुख केंद्र रहा है। बदलते समय में स्थानीय उद्योगों की प्रगति के लिए युवाओं के पास वैश्विक स्तर की शिक्षा और आधुनिक कौशल होना जरूरी है। उन्होंने कहा कि शिक्षा केवल किताबी ज्ञान हासिल करने का माध्यम नहीं है, बल्कि यह अपने सपनों को हकीकत में बदलने की कुंजी है। कौशल सीखने की कोई सीमा नहीं होती और दृढ़ संकल्प के साथ युवा वैश्विक स्तर पर सफलता हासिल कर सकते हैं।
उद्योगों में इंटर्नशिप और स्टार्टअप को बढ़ावा देने पर जोर
VNSGU के कुलपति किशोरसिंह चावड़ा ने कहा कि वर्तमान समय में डिग्री के साथ विद्यार्थियों को औद्योगिक वातावरण का प्रत्यक्ष अनुभव मिलना भी आवश्यक है। उन्होंने स्नातक विद्यार्थियों के लिए सूरत के उद्योगों में पर्याप्त इंटर्नशिप के अवसर उपलब्ध कराने पर जोर दिया। साथ ही विद्यार्थियों में उद्यमिता को बढ़ावा देने के लिए स्टार्टअप को प्रोत्साहित करने, विज्ञान मेले का आयोजन करने तथा दुनिया में उभर रही नई तकनीकों का प्रदर्शन एक्सपो में करने के सुझाव दिए।
शिक्षा निरीक्षक डॉ. निहारिका पटेल ने भी एक्सपो के व्यापक स्वरूप और इसके शैक्षणिक उद्देश्यों को लेकर उपयोगी मार्गदर्शन दिया।
चैंबर के ग्रुप चेयरमैन डॉ. विजय रादड़िया ने बताया कि 11 से 13 दिसंबर तक आयोजित होने वाले इस एक्सपो का मुख्य उद्देश्य विद्यार्थियों, प्रतिष्ठित शैक्षणिक संस्थानों, प्रमुख उद्योगों और कौशल विकास से जुड़े संस्थानों को एक मंच पर लाना है। इससे शिक्षा जगत और उद्योगों के बीच बेहतर समन्वय स्थापित करने के साथ विद्यार्थियों को करियर के उपयुक्त विकल्पों की जानकारी मिल सकेगी।
कार्यक्रम में चैंबर के मानद मंत्री परेश लाठिया, मानद कोषाध्यक्ष अतुल पटेल, ऑल एक्जीबिशन चेयरमैन मनीष कपाड़िया सहित विभिन्न शैक्षणिक संस्थानों के प्रमुख शिक्षाविद उपस्थित रहे। कार्यक्रम की रूपरेखा चैंबर की एजुकेशनल एंड एकेडमिक कमेटी की चेयरपर्सन डॉ. मोनिका शर्मा ने प्रस्तुत की। कमेटी के सह-अध्यक्ष डॉ. निलेश पटेल ने कार्यक्रम का संचालन किया। अंत में चैंबर के उपाध्यक्ष रवि राज देसाई ने सभी उपस्थित अतिथियों और सदस्यों का आभार व्यक्त किया।


