72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં બેસ્ટ હીરો કાર્તિક, હીરોઈન યામી ગૌતમ અને અનંત નાગને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માન કરાયું
72 filmfare award
રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર, વર્ષ 2024 માટે નેશનલ ફિલ્મ એવોર્ડ્સનું આયોજન ગુજરાતના નર્મદા જિલ્લા સ્થિત એકતા નગર કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની છત્રછાયામાં કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ભારતીય સિનેમામાં ઉત્કૃષ્ટ પ્રદાન આપનારા કલાકારો અને ટેકનિશિયનોનું સન્માન કરાયું હતું. દરમિયાન ચંદુ ચેમ્પિયન માટે કાર્તિક આર્યનને બેસ્ટ હીરો અને આર્ટિકલ 370 ફિલ્મ માટે યામી ગૌતમને બેસ્ટ હીરોઈન તેમજ દિગ્ગજ અભિનેતા અનંત નાગને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. આ પુરસ્કારોમાં ગુજરાતી ફિલ્મ 'મારણ'ને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. દિગ્ગજ અભિનેતા અનંત નાગને ભારતીય સિનેમામાં તેમના અતુટ અને અદ્ભુત યોગદાન બદલ વર્ષ 2024ના સર્વોચ્ચ 'દાદાસાહેબ ફાળકે એવોર્ડ'થી સન્માન કરાયું હતું. દાયકાઓ લાંબી કારકિર્દીમાં તેમણે અનેક યાદગાર ભૂમિકાઓ ભજવીને સિનેપ્રેમીઓના દિલ જીતવાનું કામ કર્યું હતું.
આ વખતે હિન્દી ફિલ્મ 'આર્ટિકલ 370'ને 'બેસ્ટ ફિચર ફિલ્મ'ને પસંદ કરાઈ હતી. આ ફિલ્મ માટે સંગીતકાર શાશ્વત સચદેવને બેકગ્રાઉન્ડ મ્યુઝિક શ્રેણીમાં એવોર્ડ મળ્યો હતો. જ્યારે તેલુગુ બ્લોકબસ્ટર ફિલ્મો 'પુષ્પા 2: ધ રૂલ' અને 'કાલ્કી 2898 AD'એ પણ બે-બે એવોર્ડ પ્રાપ્ત કરી લીધા હતા.
જેમાં બેસ્ટ હીરો લિડિંગ રોલ તરીકે કાર્તિક આર્યન/મામૂટી જ્યારે બેસ્ટ હીરોઈન લિડિંગ રોલમાં યામી ગૌતમનું નામ સામેલ છે અને બેસ્ટ ફીચર ફિલ્મ- આર્ટિકલ 370 જ્યારે બેસ્ટ ડાયરેક્શન- આનંદ એલ. રાય (એકતા કા પ્રતિક) ત્યાર બાદ સ્પેશિયલ મેન્શન- ચોલા ડોરા અને સુઈ (હિન્દી), ભદ્ર કાલી નાટકમ (મલયાલમ) જ્યારે બેસ્ટ શોર્ટ ફિલ્મ- હમસફર (મરાઠી)ને પસંદ કરવામાં આવી છે.
શ્રેષ્ઠ પ્રાદેશિક ફિલ્મ તરીકે આ બધી ફિલ્મોને પસંદ કરાઈ છે જેમાં બેસ્ટ ગુજરાતી ફિલ્મ- મારણ (ધ હન્ટ), બેસ્ટ ફિલ્મ (હિન્દી)- શ્રીકાંત, બેસ્ટ તેલુગુ ફિલ્મ- કમિટી કુલ્લુ, બેસ્ટ તમિલ ફિલ્મ- રાયન, બેસ્ટ મરાઠી ફિલ્મ- મુક્કામ પોસ્ટ બોમ્બિલવાડી, બેસ્ટ ઓડિયા ફિલ્મ- લહરી, બેસ્ટ મલયાલમ ફિલ્મ- ફેમિનિચી ફાતિમા, બેસ્ટ કન્નડ ફિલ્મ- મિથિયા,
બેસ્ટ હિન્દી ફીચર ફિલ્મ- શ્રીકાંત, બેસ્ટ ગઢવાલી ફિલ્મ- ઢોલી, બેસ્ટ બંગાળી ફિલ્મ- ચલચિત્ર એખોન, બેસ્ટ આસામી ફિલ્મ- જુઈફૂલ અને બેસ્ટ મણિપુરી ફિલ્મ- સુનિતાનો સમાવેશ થાય છે.
સ્ટન્ટ કોરિયોગ્રાફી તરીકે બેસ્ટ કોરિયોગ્રાફી- સ્ત્રી 2 (આજ કી રાત) વિજય ગાંગુલી, બેસ્ટ લિરિક્સ- જાને દો (મનોજ મુન્તશીર), બેસ્ટ મ્યુઝિક ડાયરેક્શન- શાશ્વત સચદેવ (આર્ટિકલ 370)ને સમાવી લેવાઈ છે. જ્યારે બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર તરીકે બેસ્ટ મેકઅપ- પી. રવિ કુમાર (કમિટી કુલ્લુ), બેસ્ટ કોસ્ટ્યુમ- પુષ્પા 2 (દીપાલી નૂર), બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન- કલ્કિ 2898 AD (નિતિન ચૌધરી), બેસ્ટ એડિટિંગ- માનવીર જસરોઇતિયા અને બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન- ભૂલભૂલૈયા 3 નો સમાવેશ કરાયો છે. જ્યારે ડાયલોગ રાઈટરમાં લકી ભાસ્કર (વેંકી), બેસ્ટ સિનેમેટોગ્રાફી- એડમોડ (લાઇફ ઇન લૂમ) અને બેસ્ટ ફિમેલ પ્લેબેક- વૈકોમ વિજયલક્ષ્મી (મલયાલમ)નો સમાવેશ કરાયો છે.
બેસ્ટ સપોર્ટિંગ એક્ટર તરીકે સંજય મિશ્રા, બેસ્ટ ડોક્યુમેન્ટરી- રામ-નામી (હિન્દી), બેસ્ટ આર્ટ કલ્ચર ફિલ્મ- મૈં નિદા (હિન્દી), બેસ્ટ ઐતિહાસિક ફિલ્મ- કાકોરી (હિન્દી), બેસ્ટ ડેબ્યૂ ડાયરેક્ટર- રવિ રાજ મુર્મુ અને બેસ્ટ નોન ફીચર ફિલ્મ- ભંગાર (મરાઠી-ઇંગ્લિશ)નો સમાવેશ કરવામાં આવ્યો છે.


